Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ન્યૂડ ફોટોશૂટ પર રણવીર સિંહની સ્પષ્ટતા - તસવીર સાથે છેડછાડ કરાઇ

રણવીર સિંહ આજે પણ પોતાના ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. રણવીરે તેની તસવીરોને લઈને પોલીસ સામે નિવેદન નોંધ્યું છે. રણવીરે દાવો કર્યો છે કે કોઈએ તેની તસવીરો સાથે છેડછાડ કરી છે અને ફેરફાર કર્યા છે. પોલીસ રણવીરના નિવેદનની ખરાઈ કરી રહી છે.  રણવીર પર તેના ન્યૂડ ફોટોશૂટ માટે પણ કેસ થયો રણવીર સિંહ ન્યૂડ ફોટોશૂટ કેસને લઇને સોશિયલ મીડિયા પર બબાલ મચેલી છે. બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અત્યા
ન્યૂડ ફોટોશૂટ પર રણવીર સિંહની સ્પષ્ટતા   તસવીર સાથે છેડછાડ કરાઇ
રણવીર સિંહ આજે પણ પોતાના ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. રણવીરે તેની તસવીરોને લઈને પોલીસ સામે નિવેદન નોંધ્યું છે. રણવીરે દાવો કર્યો છે કે કોઈએ તેની તસવીરો સાથે છેડછાડ કરી છે અને ફેરફાર કર્યા છે. પોલીસ રણવીરના નિવેદનની ખરાઈ કરી રહી છે. 
 
રણવીર પર તેના ન્યૂડ ફોટોશૂટ માટે પણ કેસ થયો 
રણવીર સિંહ ન્યૂડ ફોટોશૂટ કેસને લઇને સોશિયલ મીડિયા પર બબાલ મચેલી છે. બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અત્યાર સુધી તેના ન્યૂડ ફોટોશૂટને કારણે ભારે ચર્ચામાં રહલો છે, બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અત્યાર સુધી તેના ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. રણવીરની તસવીરોને લઈને ઘણો વિવાદ થયો હતો. રણવીર પર તેના ન્યૂડ ફોટોશૂટ માટે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે અભિનેતાએ તેની નગ્ન તસવીરો પર પોલીસને સ્પષ્ટતા આપી છે. 
ફોટોશૂટ પર રણવીરે ખુલાસો કર્યો
મુંબઈ પોલીસે ન્યૂડ ફોટો કેસમાં રણવીર સિંહનું નિવેદન નોંધ્યું છે. પોતાના નિવેદનમાં રણવીરે પોલીસની સામે દાવો કર્યો છે કે તમામ ફોટોમાંથી કોઈએ મોર્ફિંગ કરીને એક ફોટોમાં ફેરફાર કર્યો છે. રણવીરે પોતાના ફોટો સાથે છેડછાડની વાત કરી છે.રણવીરે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું - જે રીતે બતાવવામાં આવી રહ્યું છે તે રીતે શૂટ કરવામાં આવ્યું નથી. પોલીસે રણવીર સિંહનું નિવેદન નોંધ્યું છે અને હવે તેની ખરાઈ કરી રહી છે.
રણવીરની તસવીરો પર કેમ શરૂ થયો વિવાદ?
રણવીર સિંહે પેપર મેગેઝીનની કવર સ્ટોરી માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ 21 જુલાઈના રોજ ઈન્ટરનેટ પર શેર કરવામાં આવ્યું હતું. ફોટોશૂટમાં રણવીર સંપૂર્ણપણે ન્યૂડ જોવા મળ્યો હતો. અહીંથી જ તમામ વિવાદની શરૂઆત થઈ હતી. આ ફોટા સોશિયલ મીડિયા પર આડેધડ વાયરલ થયા હતા. પહેલા તો આ ફોટાને પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ લોકોએ રણવીરને જોરદાર ટ્રોલ કર્યો હતો. રણવીરની તસવીરો પર ઘણા મીમ્સ પણ વાયરલ થયા હતા. ઘણા લોકોએ કહ્યું કે રણવીર અશ્લીલતા ફેલાવી રહ્યો છે. તે જ સમયે, તેની સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે તેણે નગ્ન ફોટોશૂટ કરાવીને મહિલાઓનું અપમાન કર્યું હતું.

ન્યૂડ ફોટોશૂટ માટે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
રણવીર સિંહને ગયા મહિને ન્યૂડ ફોટોશૂટ માટે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. જ્યાં અભિનેતા બે કલાક સુધી હાજર રહ્યો હતો અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર, રણવીરે પોતાના નિવેદનમાં કહ્યું છે કે કોઈએ તેના એક ફોટો સાથે છેડછાડ કરી છે. તેણે કહ્યું છે કે તેને જે રીતે બતાવવામાં આવી રહ્યું છે તે રીતે તેને શૂટ કરવામાં આવ્યું નથી. પોલીસે રણવીર સિંહનું નિવેદન નોંધ્યું છે, હવે તે તેની ખરાઈ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, રણવીરે આ નિવેદન 29 ઓગસ્ટે રેકોર્ડ કર્યું હતું.
લોકોએ વિરોધ કર્યો
22 જુલાઈના રોજ રણવીર સિંહે સોશિયલ મીડિયા પર તેના ન્યૂડ ફોટોશૂટની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. રણવીરે આ ફોટોશૂટ એક મેગેઝીન માટે કરાવ્યું હતું. લોકો વધુને વધુ અભિનેતાની તસવીરો શેર કરવા લાગ્યા અને આ ફોટા વાયરલ થતાં જ દેશભરમાં અભિનેતાનો વિરોધ થયો.
રણવીરની ફિલ્મો
અભિનેતાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, રણવીર સિંહ ટૂંક સમયમાં આલિયા ભટ્ટ સાથે ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. આ સિવાય તે રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં પણ જોવા મળવાનો છે.
 
Advertisement
Tags :
Advertisement

.